ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 10, 2024 2:12 પી એમ(PM)

printer

વિદેશ સચિવ વિક્રમ મિસરી આવતીકાલથી નેપાળની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ સચિવ વિક્રમ મિસરી આવતીકાલથી નેપાળની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશ સચિવની મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને આગળ ધપાવશે.. આ મુલાકાત દર્શાવે છે કે ભારત તેની નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ નેપાળ સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભારત અને નેપાળ વર્ષો જૂની સભ્યતા, સંસ્કૃતિ અને લોકોથી લોકો વચ્ચેનું જોડાણ ધરાવે છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત બન્યો છે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન થયું છે. ભારત સરકારની મદદથી નેપાળમાં મોટાં માળખાકીય પ્રોજેક્ટ્સ કાર્યરત થયા છે અને નવા પ્રોજેક્ટ્સ શરૂ થયા છે.