વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં સાંસદોના સાત બહુપક્ષીય પ્રતિનિધિ મંડળને જરૂરી માહિતી આપી. આ પ્રતિનિધિ મંડળને ‘ઑપરેશન સિંદૂર’ અંગે અને આતંકવાદ સામે ભારતની વ્યૂહરચના વિશ્વ સમક્ષ રજૂ કરવા તેમજ પાકિસ્તાનમાં ઉદભવતા આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરવા વિવિધ દેશમાં મોકલવામાં આવી રહ્યું છે.
59 સભ્યના આ પ્રતિનિધિમંડળ આવતીકાલથી આગામી પાંચ જૂન સુધી અમેરિકા, સાઉદી અરબ સહિત કુલ 32 દેશનો પ્રવાસ કરશે. 10 દિવસના પ્રવાસ દરમિયાન ભારતીય પ્રતિનિધિ મંડળ આતંકવાદના તમામ પ્રકારને પહોંચી વળવા દેશની રાષ્ટ્રીય નીતિ અને દ્રષ્ટિકોણ અંગે વિશ્વને માહિતી આપશે. તેમજ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાના ભારતના સંદેશને આંતર-રાષ્ટ્રીય સમુદાય સુધી પહોંચાડશે.