ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 29, 2024 2:53 પી એમ(PM) | વિદેશ મંત્રી

printer

વિદેશ મંત્રી સુબ્રહ્મણમ જયશંકર આજે જાપાનના ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી સુબ્રહ્મણમ જયશંકર આજે જાપાનના ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ડૉ. જયશંકર ગઈકાલે જાપાનની બે દિવસની મુલાકાતે ટોક્યો પહોંચ્યા હતા. ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના ટોચના રાજદ્વારીઓને એકસાથે લાવશે.
એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ બેઠક તેમના માટે ક્વાડના એજન્ડાને આગળ ધપાવવા અને અત્યાર સુધીની સિદ્ધિઓની સમીક્ષા કરવાની તક છે. ક્વાડ, આ ચાર દેશો વચ્ચેની રાજદ્વારી ભાગીદારી,ખુલ્લા, સ્થિર અને સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.