વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે. બર્લિનની મુલાકાત દરમિયાન ડૉક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન ફેડરલ વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે. વિદેશ મંત્રીની બર્લિનની મુલાકાત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની આગામી મહિને ભારતની પ્રસ્તાવિત યાત્રા માટેનો તખ્તો ઘડશે.
ઉલ્લેખનીય છે કે, જર્મની ભારતના મહત્ત્વના વેપારી ભાગીદારો પૈકીનું એક અને સીધા વિદેશી રોકાણ-FDIનું અગ્રણી સ્ત્રોત છે.
અગાઉ, ગઈ કાલે ડોક્ટર જયશંકરે પેલેસ્ટાઇનનાં મુદ્દે ભારતના સૈધ્ધાંતિક અને સાતત્યપૂર્ણ વલણનો પુનરોચ્ચાર કર્યો હતો અને શક્ય એટલી વહેલી તકે પ્રદેશમાં યુધ્ધવિરામની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગાઝાની વર્તમાન સ્થિતિ ભારતની પ્રાથમિક ચિંતા છે.
ત્રણ રાષ્ટ્રોની મુલાકાતનાં ત્રીજા અને અંતિમ તબક્કામાં ડોક્ટર જયશંકર 12 અને 13 સપ્ટેમ્બરનાં રોજ જિનીવાની મુલાકાત લેશે, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં વડાઓ અને પ્રતિનિધીઓ સાથે બેઠક કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.