ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 8, 2024 1:56 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા. – ભારત-અખાત સહયોગ પરિષદની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર સાઉદી અરેબિયાનીબે દિવસની મુલાકાતે આજે રિયાધ પહોંચ્યા છે. પ્રોટોકોલ બાબતોના નાયબ મંત્રી અબ્દુલ માજીદ અલ સ્મારીએ હવાઈ મથકે ડૉ.જયશંકરનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રી ભારત-અખાત સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ પરિષદના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે.

અખાત સહયોગ પરિષદ ક્ષેત્ર ભારતના મુખ્ય વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં લગભગ નેવું લાખ ભારતીયો વસે છે. મુલાકાતના બીજા તબક્કામાં ડૉ. જયશંકર બે દિવસની મુલાકાતે મંગળવારે જર્મનીની રાજધાની બર્લિનની મુલાકાત લેશે. બર્લિનની આ તેમની ત્રીજી મુલાકાત હશે. જર્મની ભારતમાં સૌથી વધુ રોકાણ કરનારા દેશોમાંથી એક છે. ડૉ.જયશંકર જર્મનીના વિદેશ મંત્રીને પણ મળશે.
ડો. જયશંકર આ મહિનાની 12મી તારીખથી સ્વિટ્ઝર્લેન્ડના જીનીવાની મુલાકાત લેશે. જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રની ઘણી શાખાઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવેલી છે. આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી આ સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓને મળશે જેની સાથે ભારત સક્રિય રીતે સંકળાયેલું છે. ડૉ.જયશંકર સ્વિત્ઝર્લેન્ડના વિદેશ મંત્રીને પણ મળશે.