ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 27, 2024 7:39 પી એમ(PM) | વિદેશ મંત્રી

printer

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી.

વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકરે ગઈકાલે વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મિડીયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે, બેઠકમાં છેલ્લાં ચાર વર્ષમાં ભારત-અમેરિકા વચ્ચેનાં સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત-અમેરિકા સંબંધો દ્વિપક્ષીય હિતો અને વૈશ્વિક સુખાકારી માટે મદદરૂપ નીવડશે.
વિદેશ મંત્રીએ આજે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ અને ન્યૂયોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, સિએટલ, હ્યુસ્ટન અને એટલાન્ટા સ્થિત કોન્સુલ જનરલ સાથે બેઠક કરી હતી. તેમણે ટેકનોલોજી, વેપાર અને રોકાણ ક્ષેત્રમાં ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવા મુદ્દે ચર્ચા કરી હતી..