ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 25, 2024 7:51 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે, ભારત ત્રાસવાદ અને અપહરણની ઘટનાઓને સંપૂર્ણપણે વખોડી કાઢે છે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે મધ્યપૂર્વમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત ત્રાસવાદ અને અપહરણની ઘટનાઓને સંપૂર્ણપણે વખોડી કાઢે છે. ઇટલીનાં રોમ ખાતે MED મેડિટેરેનિયન ડાયલોગ્ઝ કોન્ફરન્સમાં પ્રારંભિક ઉદબોધન કરતા ડોક્ટર એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે માનવીય કાયદાની અવગણના ન થઈ શકે. તેમણે તમામ દેશોને યુધ્ધવિરામને ટેકો આપવા હાકલ કરી હતી. તેમણે પેલેસ્ટાઇની નાગરિકોનાં ભાવિ અંગે પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ભારતનાં વલણનો પુનરોચ્ચાર કરતા તેમણે જણાવ્યું કે, ભારત દ્વિ-રાજ્ય ઉકેલની તરફેણ કરે છે. વિદેશ મંત્રીએ વધતા જતા સંઘર્ષ અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, સંઘર્ષનો અંત લાવવા ભારત ઇઝરાયેલ અને ઇરાનનાં સર્વોચ્ચ સ્તરે નિયમિત સંપર્કમાં છે.