વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. નર્મદા જીલ્લાની મુલાકાત દરમિયાન તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મુક્યો હતો. શ્રી જયશંકરે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા નર્મદા જીલ્લાને વિકાસ કાર્યોની ભેટ આપી હતી. ત્યારબાદ ગરુડેશ્વર ખાતે અંદાજે 71 એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા હૉસ્પિટાલિટી પ્રૉજેક્ટ અને ખડગદા પાસે નિર્માણાધિન ટ્રાયબલ મ્યૂઝિયમ પ્રોજેક્ટનું નિરિક્ષણ કરી શ્રી જયશંકરે બંને પ્રોજેક્ટ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.આ ઉપરાંત શ્રી જયશંકરે નર્મદાના એકતાનગર ખાતે મિયાવાકી જંગલની મુલાકાત લીધી. તેમજ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતુ દસ્તાવેજી ચિત્ર નિહાળ્યું હતું.
Site Admin | એપ્રિલ 15, 2025 9:31 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર બે દિવસની ગુજરાતની મુલાકાતે