ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 18, 2025 1:56 પી એમ(PM) | Dr. S Jayshankar

printer

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતર-રાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મુક્યો

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતર-રાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. નવી દિલ્હીમાં આજે રાયસીના સંવાદના એક સત્રમાં સંબોધિત કરતાં તેમણે કહ્યું, એક મજબૂત વૈશ્વિક વ્યવસ્થાનો અભાવ એ માત્ર શક્તિશાળી દેશોને તો લાભ પહોંચાડે જ છે, પરંતુ નાના દેશોને જોખમ ઉઠાવવા અને સ્થાપિત ધોરણોને પડકાર આપવામાં પણ સક્ષમ બનાવે છે. શ્રી જયશંકરે કાશ્મીર પર પાકિસ્તાનના ગેરકાયદે કબજા પર વાત કરતા ભારતનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ મુદ્દાને પહોંચવામાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાની ટીકા કરી. તેમ જ બ્રિટન, કેનેડા અને અમેરિકા જેવા દેશની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યો. શ્રી જયશંકરે કહ્યું, શરૂઆતમાં પાકિસ્તાનના આક્રમણને સ્વીકારવાની જગ્યાએ તેને વિવાદ તરીકે રજૂ કરાયું છે. શ્રી જયશંકરે મ્યાંમાર અને પશ્ચિમી દેશોમાં સૈન્ય બળવા અંગે આંતર-રાષ્ટ્રીય પ્રતિક્રિયાઓનો ઉલ્લેખ કરતા વૈશ્વિક ધોરણોમાં નિષ્પક્ષતા અને સ્થિરતાની જરૂરિયાત પર ભાર આપ્યો. તેમણે ગત આઠ દાયકામાં વૈશ્વિક વ્યવસ્થાની ઊંડાણપૂર્વક સમીક્ષાનું આહ્વાન કર્યું અને વિશ્વમાં શક્તિના બદલાતા સંતુલનને માન્યતા આપવા આગ્રહ કર્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.