વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે આજે દિલ્હી વિશ્વ-વિદ્યાલયમાં વિકસિત ભારત માટે યુવા વિષય પર વિવિધ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું, યુવાનો વગર વિકસિત ભારતની કલ્પના ન કરી શકાય. તેમણે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવનારા યુવાનોને સર્જનાત્મક સ્વતંત્રતા આપવા અને તેમને શિક્ષિત કરવાની આવશ્યકતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ડૉ. જયશંકરે વિદ્યાર્થીઓને પોતપોતાના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરવા પ્રેરિત કર્યા હતા. ઉપરાંત તેમણે ભવિષ્યમાં દેશ ઉચ્ચ વિકાસ દર હાંસલ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:46 પી એમ(PM) | વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર
વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે આજે દિલ્હી વિશ્વ-વિદ્યાલયમાં વિકસિત ભારત માટે યુવા વિષય પર વિવિધ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
