વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી ઇટલીની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. ડૉ. જયશંકર ફિઉગ્ગીમાં G-7 વિદેશ મંત્રીઓની એક બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં ભારતને અતિથિ દેશતરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉપરાંત, તેઓ ઇટાલીના વિદેશ મંત્રી અને G-7 દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.તેઓ રોમમાં M.E.D ભૂમધ્ય સંવાદની 10મી આવૃત્તિમાં પણ ભાગ લેશે. ડો. જયશંકર રોમમાં ભારતીય દૂતાવાસના નવા પરિસરનું પણ ઉદ્ઘાટન કરશે.
Site Admin | નવેમ્બર 24, 2024 8:46 એ એમ (AM) | ડૉ.સુબ્રમણ્યમ જયશંકર
વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી ઇટલીની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે.
