વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું USનું વહીવટીતંત્ર બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યું છે, જે ભારતના હિતોને અનુરૂપ છે.ડૉ. જયશંકરે કહ્યું, શ્રી ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાની વિદેશ નીતિમાં પરિવર્તન અપેક્ષિત હતું અને તે ઘણી રીતે ભારતને અનુકૂળ છે. વિદેશ મંત્રી ગઈકાલે સાંજે લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે ‘વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા’ વિષયક સત્રને સંબોધિત કરી રહ્યા હતા. ડૉ. જયશંકર યુકે અને આયર્લેન્ડના છ દિવસના પ્રવાસે છે.ટેરિફના મુદ્દા પર, તેમણે નોંધ્યું કે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ હાલમાં દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા કરવા માટે વોશિંગ્ટનમાં છે.કાશ્મીરમાં સમસ્યાઓના ઉકેલ અંગેના પ્રશ્નના જવાબમાં, ડૉ. જયશંકરે કહ્યું, કલમ 370 દૂર કરવી એ પહેલુ પગલું હતું, કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવાનુ બીજુ પગલું હતું, અને ખૂબ જ ઊંચા મતદાન સાથે ચૂંટણી યોજવી એ ત્રીજુ પગલું હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીરને પરત ફરવાની ભારત રાહ જોઈ રહ્યું છે. આ ઘટના બાદ કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવશે.ચીન અંગે, ડૉ. જયશંકરે ઓક્ટોબર 2024 થી કેટલીક સકારાત્મક ગતિવિધિઓની નોંધ લીધી, જેમાં તિબેટમાં પર્વત કૈલાશ યાત્રા માર્ગ ખોલવાનો પણ સમાવેશ થાય છે.
Site Admin | માર્ચ 6, 2025 9:19 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું કે, અમેરિકાની વિદેશ નીતિમાં પરિવર્તન અપેક્ષિત-જે ભારતના હિતોને અનુરૂપ છે.