વિદેશમંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું, શાંઘાઈ સહયોગ સંગઠન- S.C.O.એ આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર કડક વલણ અપનાવવું જોઈએ. શ્રી જયશંકર આજે ચીનના તિયાન-ઝિન ખાતે S.C.O.ના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું, પહલગામ આતંકી હુમલો જમ્મુ-કાશ્મીરના પર્યટન અર્થતંત્રને જાણી જોઈને નબળું કરવા અને ધાર્મિક વિભાજનને પ્રોત્સાહન આપવા માટે કરાયો હતો. તેમણે હુમલાના દોષિતો, કાવતરાખોરો અને ભંડોળ આપનારાઓને જવાબદાર ઠેરવવા પર ભાર મૂક્યો.
વિદેશ મંત્રીએ કહ્યું, ભારતે S.C.O.માં સ્ટાર્ટ-અપ અને નવીનતાથી લઈ પરંપરાગત ચિકિત્સા અને ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ સુધીના અનેક ક્ષેત્રમાં પહેલ કરી છે. સંગઠનમાં સહકાર વધારવા વધુ વેપાર અને રોકાણની જરૂરિયાત હોવાનું પણ તેમણે ઉમેર્યું.
Site Admin | જુલાઇ 15, 2025 7:12 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કહ્યું, S.C.O.એ આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર કડક વલણ અપનાવવું જોઈએ.
