જાન્યુઆરી 17, 2026 9:35 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે છઠ્ઠા વાર્ષિક નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ફેલોશિપ કાર્યક્રમમાં ભાગ લેનારા 39 દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં આયોજિત છઠ્ઠા વાર્ષિક નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ફેલોશિપ કાર્યક્રમમાં ભાગ લેનારા 39 દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી.આ ફેલોશિપનું આયોજન સુષ્મા સ્વરાજ ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ્યું કે તેમણે યુવા સહભાગીઓ સાથે વિશ્વ સામેના વિવિધ સુરક્ષા પડકારોની ચર્ચા કરી હતી અને તેમને સંબોધવા માટે વ્યવહારુ અને રચનાત્મક રાજદ્વારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.