વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, ભારત વેનેઝુએલામાં તાજેતરની સ્થિતિ અંગે ચિંતિત છે અને તેમણે તમામ પક્ષોને દેશના લોકોની સુખાકારી અને સલામતી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. ડૉ. જયશંકરે આજે લક્ઝમબર્ગમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરતી વખતે આ વાત કહી. તેમણે રાજકીય, વ્યવસાયિક અને ટેકનોલોજી ક્ષેત્રોમાં લક્ઝમબર્ગ સાથે ભારતની ભાગીદારી ગાઢ બનવા પર પણ ભાર મૂક્યો.
તેમણે આતંકવાદી તાલીમ શિબિરો ચલાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી. તેમણે કહ્યું ઓપરેશન સિંદૂર દરમિયાન કેટલાક દેશોએ તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ તેઓ પોતાના ક્ષેત્રની સમસ્યાઓને અવગણે છે. યુરોપ સાથેના સંબંધો અંગે તેમણે કહ્યું, આ વર્ષે ભારતના યુરોપ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 7:52 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, ભારત વેનેઝુએલામાં તાજેતરની સ્થિતિ અંગે ચિંતિત.