ભારતે પાકિસ્તાન પર દાયકાઓથી આતંકવાદને ટેકો આપવા માટે તાલીમ શિબિરો ચલાવવાના પ્રયાસો કરવા બદલ ટીકા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લક્ઝમબર્ગમાં મીડિયાને સંબોધન કરતી વખતે આ વાત કહી.
યુરોપ સાથેના સંબંધો અંગે, મંત્રીએ કહ્યું કે આ વર્ષે ભારત યુરોપ વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનશે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત યુરોપિયન સંઘ સાથેના સંબંધોને મજબૂત બનાવવા માંગે છે, આ માટે લક્ઝમબર્ગ બ્રસેલ્સમાં સહિયારા નિર્ણયનો નોંધપાત્ર પ્રભાવ પડશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે લક્ઝમબર્ગથી વધુ મંત્રીસ્તરીય મુલાકાતો અને નોંધપાત્ર વ્યાપારી પ્રતિનિધિમંડળ ભારત આવશે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 2:00 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આતંકવાદી તાલીમ શિબિર ચલાવવા બદલ પાકિસ્તાનની ટિકા કરી.