જાન્યુઆરી 5, 2026 9:05 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે રવાના થયા હતા.અઠવાડિયાની આ મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર પેરિસમાં ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બારોત સાથે વાતચીત કરશે. આ ચર્ચા મુખ્યત્વે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અને વૈશ્વિક મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ડૉ. જયશંકર ફ્રેન્ચ રાજદૂતોના 31મા પરિષદને પણ સંબોધિત કરશે.પ્રવાસના બીજા તબક્કામાં, વિદેશ મંત્રી લક્ઝમબર્ગ જશે. તેઓ લક્ઝમબર્ગના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન, ઝેવિયર બ્યુટેલ સાથે વાતચીત કરશે. તેઓ લક્ઝમબર્ગમાં ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરશે.