વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ. રશિયાના મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે તાજેતરના વર્ષોમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ વધુ ખરાબ થયા છે, અને કોઈ પણ રીતે આ જોખમોને વાજબી ઠેરવી શકાય નહીં.
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે આબોહવા પરિવર્તન, રોગચાળા અને સંઘર્ષો દ્વારા ચિહ્નિત યુગમાં માનવતાવાદી સહયોગ મહત્વપૂર્ણ છે. તેમણે ભાર મૂક્યો કે ભારત, દ્રઢપણે માને છે કે લોકો-થી-લોકોના આદાન-પ્રદાન કોઈપણ વાસ્તવિક સંબંધના મૂળમાં છે. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે ભારત દક્ષિણપૂર્વ એશિયામાં વારસા સંરક્ષણના તેના નોંધપાત્ર અનુભવને મધ્ય એશિયા સુધી વિસ્તારવા તૈયાર છે.
Site Admin | નવેમ્બર 18, 2025 7:50 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ