ભારત અને જાપાન વચ્ચેની ભાગીદારી ઇન્ડો-પેસિફિકમાં વ્યૂહાત્મક સ્થિરતા વધારવામાં ફાળો આપે છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં 8મા ભારત-જાપાન ઇન્ડો-પેસિફિક ફોરમમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભારત-જાપાને ભાગીદારી વધારવા સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા, સેમિકન્ડક્ટર, મહત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઊર્જા અને અવકાશમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સાથે બે મુખ્ય લોકશાહી અને દરિયાઈ રાષ્ટ્રો તરીકે ભારત અને જાપાનની ઇન્ડો-પેસિફિક પ્રત્યે મોટી જવાબદારી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કુઆલાલંપુરમાં તાજેતરમાં યોજાયેલી પૂર્વ એશિયા સમિટમાં જાપાનના વિદેશમંત્રી સાથેની તેમની મુલાકાત દરમિયાન, બંને પક્ષો આ ભાગીદારીને આગળ વધારવા માટે સંમત થયા હોવાનું શ્રી જયશંકરે વધુમાં જણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 5, 2025 1:39 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને જાપાન વચ્ચેની ભાગીદારી વ્યૂહાત્મક સ્થિરતા વધારવામાં મહત્વપૂર્ણ હોવાનું કહ્યું.