ઓક્ટોબર 27, 2025 7:52 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ. તેમણે જણાવ્યું છે કે આ ખતરો વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટા જોખમોમાંનો એક છે. તેમણે આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે આમ જણાવ્યું હતું. શ્રી જયશંકરે કહ્યું કે આતંકવાદ સામે સંરક્ષણના અધિકાર સાથે ક્યારેય સમાધાન ન કરી શકાય અને વૈશ્વિક સમુદાયને તેની સામે સામૂહિક રીતે કાર્યવાહી કરવા વિનંતી કરી.
શ્રી જયશંકરે જાહેરાત કરી હતી કે વર્ષ 2026ને આસિયન-ભારત દરિયાઈ સહયોગના વર્ષ તરીકે ઉજવવામાં આવશે.