ઓક્ટોબર 16, 2025 2:23 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદ, આર્થિક અસ્થિરતા અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા તમામ રાષ્ટ્રોને સહયોગ વધારવા ભાર મૂક્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદ, આર્થિક અસ્થિરતા અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા દેશો વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, આ પડકારો એકબીજા સાથે જોડાયેલા છે, અને તે રાષ્ટ્રીય સરહદોને પાર કરે છે. તેમણે આંતરરાષ્ટ્રીય રાજકારણના સ્પર્ધાત્મક પાસાઓથી આગળ વધીને વધુ સહકારી અભિગમ પર ભાર મૂક્યો. શ્રી જયશંકરે નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્રના સૈનિકો ફાળો આપનારા દેશોના વડાઓના સંમેલનને સંબોધતા આ મુજબ જણાવ્યુ.
ડૉ. જયશંકરે કહ્યું, ભારતે સતત તમામ સમાજ અને લોકો માટે ન્યાય, ગૌરવ, તક અને સમૃદ્ધિની હાકલ કરી છે. તેમણે કહ્યું કે, દેશ શાંતિ જાળવણીને સભ્યતાના સિદ્ધાંત તરીકે જુએ છે અને વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.