વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ગઈકાલે રાત્રે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા. તેમણે સંયુક્ત રાષ્ટ્રની 80મી વર્ષગાંઠ, ભૂરાજકીય વલણો, અને ભારતના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના પ્રમુખ અન્નાલેના બેરબોકને પણ મળ્યા હતા.ડૉ. જયશંકરે શ્રીમતી બેરબોકને તેમના પ્રમુખપદ માટે ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી.વિદેશ મંત્રીએ સાઉદી અરેબિયાના તેમના સમકક્ષ ફૈઝલ બિન ફરહાનને મળ્યા. તેઓએ દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ડૉ. જયશંકરે તેમના અલ્જેરિયન સમકક્ષ અહેમદ અત્તાફને પણ મળ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 9:38 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા