વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ભારતની સામે એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે અને ભારતે સ્વતંત્રતા બાદથી સતત આતંકવાદના પડકારનો સામનો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે દાયકાઓથી, વિશ્વમાં મોટા આતંકવાદી હુમલાઓના મૂળિયાં તે દેશમાં જ નંખાયેલા છે. વિદેશ મંત્રીએ આ વર્ષે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારતે આતંકવાદ સામે પોતાના લોકોને બચાવવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો.ડૉ. જયશંકરે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર હાલમાં કટોકટીની સ્થિતિમાં છે જેમાં સુધારાઓનો વિરોધ તેની વિશ્વસનીયતાના ધોવાણનું એક મુખ્ય કારણ છે. તેમણે પરિષદના કાયમી અને બિન-કાયમી સભ્યપદના વિસ્તરણ માટે હાકલ કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 9:34 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાનને આડે હાથે લેતાં કહ્યુ કે – ભારતનો એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે
