ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2025 7:30 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ …

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ છે. સરકાર દેશના ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર્સ ફોરમ 2025 માં તેમણે કહ્યું કે ભારત અમેરિકા સાથેની વાટાઘાટોમાં તેની મર્યાદાઓ વિશે સ્પષ્ટ છે અને હંમેશા રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેશે. ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા પર ભાર મૂકતા, તેમણે કહ્યું કે સરકારના તમામ નિર્ણયો રાષ્ટ્રીય હિતમાં છે.