ઓગસ્ટ 21, 2025 7:51 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રશિયન વિદેશ મંત્રીએ આજે મોસ્કોમાં દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રશિયન વિદેશ મંત્રીએ આજે મોસ્કોમાં તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી. વાટાઘાટો પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછી, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વિશ્વના તમામ દેશોમાં સૌથી મજબૂત રહ્યા છે.
બંને મંત્રીઓએ ભારતથી રશિયામાં નિકાસ વધારીને સંતુલિત અને ટકાઉ રીતે દ્વિપક્ષીય વેપારને વિસ્તૃત કરવાની સહિયારી મહત્વાકાંક્ષાને પુનઃપુષ્ટિ આપી.
ડૉ. જયશંકરે કહ્યું કે આ માટે બિન-ટેરિફ અવરોધો અને નિયમનકારી અવરોધોને તાત્કાલિક દૂર કરવાની જરૂર છે. તેમણે ભાર મૂક્યો કે વેપાર અને રોકાણ દ્વારા ઊર્જા સહયોગ જાળવી રાખવો પણ મહત્વપૂર્ણ છે.
બંને મંત્રીઓએ આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર, ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક પૂર્વીય સમુદ્ર કોરિડોર અને ઉત્તરીય સમુદ્ર માર્ગમાં સહયોગ સહિત કનેક્ટિવિટી પહેલો પર પણ ચર્ચા કરી. ડૉ. જયશંકરે કહ્યું કે આ કોરિડોરથી આર્થિક સંબંધોવધુ ગાઢ, પરિવહન સમયમાં ઘટાડો અને યુરેશિયા અને તેનાથી આગળ વેપારની પહોંચ વધારવામાં મદદ કરશે.
આતંકવાદ પર, બંને પક્ષોએ તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સંયુક્ત રીતે તેની સામે લડવાનો સંકલ્પ કર્યો હતો.