વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રશિયાના અગ્રણી વિદ્વાનો અને થિંક ટેન્કના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી છે. એક સોશિયલ સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન તેમણે ભારત-રશિયા સંબંધો, સમકાલીન વિશ્વની ભૌગોલિક રાજનીતિ અને ભારતના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી હતી.
ડૉ. જયશંકર આજે ભારત-રશિયા આંતર-સરકારી આયોગના વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહયોગના 26મા સત્રનું સહ-અધ્યક્ષતાપદ પણ સંભાળશે. તેઓ મોસ્કોમાં ભારત-રશિયા વ્યાપાર મંચની બેઠકને સંબોધિત કરશે. વિદેશ મંત્રી ગઈકાલે સાંજે રશિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે મોસ્કો પહોંચ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 20, 2025 7:34 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રશિયાના અગ્રણી વિદ્વાનો અને પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી
