ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 20, 2025 8:37 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર મોસ્કોમાં ભારત-રશિયા આંતર-સરકારી આયોગના વેપાર, આર્થિક, ક્ષેત્રના 26મા સત્રની સહ-અધ્યક્ષતા કરશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ભારત-રશિયા આંતર-સરકારી આયોગના વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહકારના 26મા સત્રનું સહ-અધ્યક્ષતાપદ સંભાળશે.ડૉ. જયશંકર મોસ્કોમાં ભારત-રશિયા વ્યાપાર મંચની બેઠકને પણ સંબોધિત કરશે. વિદેશ મંત્રી ગઈકાલે સાંજે રશિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે મોસ્કો પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવને પણ મળશે અને દ્વિપક્ષીય કાર્યસૂચિની સમીક્ષા કરશે અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્રષ્ટિકોણ શેર કરશે.આ મુલાકાતનો હેતુ લાંબા સમયથી ચાલતી ભારત-રશિયા વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. શ્રી જયશંકરની મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની તાજેતરની મોસ્કો યાત્રા પછી થઈ રહી છે, જ્યાં તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પ્રથમ નાયબ વડાપ્રધાન મન્ટુરોવ અને સુરક્ષા પરિષદના સચિવ સેર્ગેઈ શોઇગુ સાથે ચર્ચા કરી હતી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.