ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 16, 2025 7:45 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દક્ષિણ કોરિયન સમકક્ષ ચો હ્યુન સાથે વેપાર ઉત્પાદન, દરિયાઈ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ ચો હ્યુન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે બંને નેતાઓએ વેપાર, ઉત્પાદન, દરિયાઈ અને આદાન-પ્રદાન સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવાના હેતુથી ઉત્પાદક ચર્ચાઓ કરી હતી. તેમણે કહ્યું કે, તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તા, સેમિકન્ડક્ટર, સ્વચ્છ ઉર્જા અને સંરક્ષણ સહિતના ઉભરતા ક્ષેત્રોમાં નવી તકોની પણ શોધ કરી હતી.
બેઠક દરમિયાન, ડૉ. જયશંકરે બંને દેશો વચ્ચેના ગાઢ સંકલન અને વિસ્તરણ જોડાણ માટે પણ પ્રશંસા વ્યક્ત કરી હતી કારણ કે તેઓ તેમની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીની 10મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે.