જુલાઇ 15, 2025 1:59 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધોની થયેલી પ્રગતિથી માહિતગાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે આજે બેઇજિંગમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના સાથી સભ્યો સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ.જયશંકરે જણાવ્યું હતું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિને ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના તાજેતરના વિકાસ વિશે માહિતી આપી હતી. તેમણે આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.