જુલાઇ 14, 2025 7:42 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે ભારત-ચીન સંબંધો ધીમે ધીમે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે ભારત-ચીન સંબંધો ધીમે ધીમે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. બેઇજિંગમાં તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથેની બેઠક દરમિયાન પ્રારંભિક ટિપ્પણી કરતા ડૉ. જયશંકરે કહ્યું કે બંને દેશોએ છેલ્લા નવ મહિનામાં દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં સારી પ્રગતિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રગતિ સરહદ પર ઘર્ષણને ઉકેલવા અને સુલેહ-શાંતિ જાળવવાની ક્ષમતાનું પરિણામ છે. ડૉ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રગતિથી પરસ્પર વ્યૂહાત્મક વિશ્વાસ અને દ્વિપક્ષીય સંબંધોના સરળ વિકાસનો આધાર બન્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે બંને પક્ષોની ફરજ છે કે તેઓ તંગદિલી ઘટાડવા સહિત સરહદ સંબંધિત અન્ય પાસાઓ પર ધ્યાન આપે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચેના સ્થિર અને રચનાત્મક સંબંધોથી માત્ર આ બંને દેશોને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભ થશે. ડૉ. જયશંકરે ઉલ્લેખ કર્યો કે આ વર્ષે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ છે. તેમણે પાંચ વર્ષના ગાળા બાદ પછી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા બદલ ચીનની પ્રશંસા કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.