જુલાઇ 14, 2025 9:37 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર આજથી ચીનના બે દિવસના પ્રવાસે જશે

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર આજથી ચીનના બે દિવસના પ્રવાસે જશે. તેઓ આવતીકાલે તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. વિદેશ મંત્રી વિવિધ ક્ષેત્રોમાં
SCO સહયોગ અને મુખ્ય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. SCO જૂથમાં ભારત સહિત 10 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ચીન SCOનું વર્તમાન અધ્યક્ષ છે.ડૉ. જયશંકર SCO વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. ડૉ. જયશંકર ચીનની મુલાકાત દરમિયાન તેમના ચીની સમકક્ષ વાંગ યીને મળે તેવી અપેક્ષા છે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા અને ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલતા સરહદ વિવાદને ઉકેલવા માટે ચર્ચા આગળ ધપાવશે તેવી અપેક્ષા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં લદ્દાખમાં સામસામે સંઘર્ષનો અંત લાવવા માટે સંમત થયા બાદ બંને દેશો હાલમાં તેમના સંબંધોને સામાન્ય બનાવવાના નાજુક કાર્યમાં રોકાયેલા છે. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા-LAC પર 2020માં લશ્કરી ગતિરોધ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યા પછી ડૉ. જયશંકરની ચીનની આ પહેલી મુલાકાત હશે.