સિંગાપોરની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમના સિંગાપોરના સમકક્ષ વિવિયન બાલકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે કહ્યું હતું કે, સિંગાપોર ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના કેન્દ્રમાં છે.
વિદેશ મંત્રી આજે ટેમાસેક હોલ્ડિંગ્સના નિયુક્ત અધ્યક્ષ ટીઓ ચી હેનને પણ મળ્યા હતા. ડૉ. જયશંકરે તેમની સાથે ભારતમાં ચાલી રહેલા પરિવર્તન અને તેની રોકાણની તકો અંગે ચર્ચા કરી હતી.
સિંગાપોરની મુલાકાત બાદ વિદેશ મંત્રી શાંઘાઇ સહકાર સંગઠન-SCOનાં વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે ચીનમાં તિયાનજિન પહોંચશે. તેઓ દ્વિપક્ષીય બેઠક પણ યોજશે.
Site Admin | જુલાઇ 13, 2025 1:53 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સિંગાપોરના વિદેશમંત્રી વિવિયન બાલકૃષ્ણન સાથે મુલાકાત કરી.