વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું કે, વાતચીત તાજેતરના પ્રાદેશિક ઘટનાક્રમ પર કેન્દ્રિત હતી.ડોક્ટર જયશંકરે મેક્સિકોના વિદેશ મંત્રી જુઆન રામોન ડે લા ફુએન્ટે સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે આરોગ્ય, ડિજિટલ, ટેકનોલોજી અને અવકાશ પર ધ્યાન કેન્દ્રિત કરતી ભારત-મેક્સિકો ભાગીદારીની વધુ પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.
Site Admin | જુલાઇ 7, 2025 8:44 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી