જૂન 12, 2025 7:46 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા. આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાન્સના મજબૂત સમર્થન સંદેશ બદલ ડૉ. જયશંકરે તેમનો આભાર માન્યો. વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં, જણાવ્યું હતું કે તેમની ચર્ચાઓ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીના વિશ્વાસ, આરામ અને મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.