ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 7, 2025 1:56 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આયર્લેન્ડના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ગઈકાલે આયર્લેન્ડના રાષ્ટ્રપતિ માઈકલ ડી. હિગિન્સ સાથે મળ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વતી શુભેચ્છાઓ પાઠવી હતી.
એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી જયશંકરે જણાવ્યું કે, બેઠક દરમિયાન તેઓએ ભારત અને આયર્લેન્ડ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની ભૂમિકા પર ચર્ચા કરી હતી. તેઓ આયર્લેન્ડના કેટલાક ટોચના નેતાઓને પણ મળ્યા અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમના સમર્થનની પ્રશંસા કરી.
વિદેશ મંત્રીએ ડબલિનમાં ટ્રિનિટી કોલેજ ખાતે જનરલ પોસ્ટ ઓફિસ મ્યુઝિયમ અને જૂની લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી.