વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી બ્રિટન અને આયર્લેન્ડની સત્તાવાર મુલાકાતે જશે.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, અર્થતંત્ર, આરોગ્ય, શિક્ષણ અને પરસ્પર સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો પણ છે. આ મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે ચર્ચા કરશે અને અનેક મહાનુભાવોને મળશે.આયર્લેન્ડની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર આયર્લેન્ડના વિદેશમંત્રી સિમોન હેરિસ અને અન્ય મહાનુભાવોને મળશે. ત્યાં તેઓ ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો છે જે સહિયારા લોકશાહી મૂલ્યો, સાંસ્કૃતિક સંબંધો અને વધતી જતી આર્થિક ભાગીદારી પર આધારિત છે.
Site Admin | માર્ચ 4, 2025 9:36 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી બ્રિટન અને આયર્લેન્ડની સત્તાવાર મુલાકાતે જશે.