વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી.

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન, બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, શહેરી વિકાસ અને રેલ્વે સહિત દ્વિપક્ષીય ભાગીદારી પર અર્થપૂર્ણ વાતચીત કરી હતી. ડૉ. જયશંકરે કહ્યું કે, બંને દેશોએ રમતગમત અને ટકાઉ શહેરી વિકાસ ક્ષેત્રે કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે ઉમેર્યું કે, આ વર્ષે ભારત-સ્પેન સંબંધો વધુ મજબૂત બનશે અને સહયોગમાં નવી ગતિ આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.