ડિસેમ્બર 31, 2024 7:43 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે ઈન્ડો-પેસિફિકમાં સ્થિરતા, પ્રગતિઅને સમૃદ્ધિ માટે ક્વાડ મહત્વપૂર્ણ છે

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે ઈન્ડો-પેસિફિકમાં સ્થિરતા, પ્રગતિઅને સમૃદ્ધિ માટે ક્વાડ મહત્વપૂર્ણ છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશ બાબતોના મંત્રી પેની વોંગ, જાપાનના વિદેશમંત્રી તાકેશી ઇવાયા અને અમેરિકાના રાજ્ય સચિવ એન્ટોની બ્લિંકન સાથે મળીને પ્રદેશની જરૂરિયાતોને પૂર્ણ કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.ક્વાડની 20મી વર્ષગાંઠના અવસર પર, ક્વાડના વિદેશ મંત્રીઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આપત્તિ સમયે ક્વાડ સંયુક્ત રીતે ઉભુ રહ્યું છે.તેમણે ઉમેર્યુ હતુંકે  ક્વાડ દેશો હવે સમગ્ર ઈન્ડો-પેસિફિકમાં તમામના સહયોગ સાથે કામગીરી કરી રહ્યું છે.ક્લાઈમેટ ચેન્જ, કેન્સર અને રોગચાળા સામે લડવાથી લઈને માળખાગત વિકાત, આતંકવાદને ડામવા માટેના પ્રયાસો અને સાયબર સુરક્ષા જેવાપડકારો સામે એક જૂથ થઇને તેનો સામનો કરી રહ્યું છે.  સયુંક્ત  નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુનામીથપ્રભાવિત લાખો લોકોને મદદ કરવા માટે ચાર દેશોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં 40 હજારથવધુ ઈમરજન્સી રિસ્પોન્ડર્સ અને અન્ય સહાયનું  યોગદાન આપ્યું છે. જયશંકરે  ઉમેર્યું હતું કે ક્વાડ પ્રદેશની ભાવિજરૂરિયાતોને ઓળખીને તેને પૂર્ણ કરવા માટે ક્વાડ પ્રતિબધ્ધ છે.ક્વાડ ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાનું જૂથ છે જે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે 2004ના હિંદ મહાસાગરના ભૂકંપ અને સુનામીના પ્રતિભાવમાં એકમંચ પર આવ્યાં હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.