ડિસેમ્બર 4, 2024 7:52 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો.

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ભારત અને ચીન વચ્ચે સંબંધ વધુ સારા બનાવવા માટે સરહદ પારના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મુક્યો છે. ચીન સાથે ભારતના સંબંધો પર આજે રાજ્યસભાને સંબોધિત કરતાં શ્રી જયશંકરે કહ્યું, આગામી દિવસોમાં બંને દેશ વચ્ચે ચર્ચા સંઘર્ષ ઘટાડવા તેમજ અસરગ્રસ્ત સરહદ વ્યવસ્થા પર કેન્દ્રિત કરાશે.
પૂર્વ લદ્દાખમાં એપ્રિલ-મે 2020માં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ અંગે ડૉ. જયશંકરે કહ્યું, ‘વર્ષ 2020થી ભારત-ચીનના સંબંધ અસામાન્ય રહ્યા છે. જ્યારે ચીનની કાર્યવાહીના પરિણામ સ્વરૂપે સરહદ પારના વિસ્તારોમાં શાંતિ ડહોળાઈ હતી.’ તેમણે કહ્યું, ‘એપ્રિલ-મે 2020માં પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકોને એકઠા કરવાના પરિણામ સ્વરૂપે અનેક મુદ્દે સેનાઓ સાથે અથડામણ થઈ હતી. આ સ્થિતિના કારણે પેટ્રોલિંગ પ્રવૃત્તિઓમાં અડચણ ઊભી થઈ હતી.’
શ્રી જયશંકરે સશસ્ત્ર દળોની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું, સૈન્ય-તંત્ર સંબંધિત પડકારો અને કોવિડની સ્થિતિ ઉપરાંત, ભારત ઝડપથી અને અસરકારક રીતે જવાબી તહેનાતી કરવામાં સક્ષમ હતું. તેમણે કહ્યું, ભારત અને ચીને સરહદ મુદ્દાને હલ કરવા માટે અનેક દાયકાઓથી વાતચીત કરી છે. સરહદના પાયાના ઢાંચાને મજબૂત કરવા અંગે સરકારની પ્રતિબદ્ધતાઓ પર ડૉ. જયશંકરે કહ્યું, લદ્દાખમાં માર્ગ, હવાઈ ક્ષેત્રો અને અન્ય સુવિધાઓના વિકાસમાં મહત્વનો વિકાસ થયો છે.