નવેમ્બર 14, 2024 6:33 પી એમ(PM) | ડૉ એસ જયશંકર

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દુબઈ નોલેજ પાર્ક ખાતે સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દુબઈ નોલેજ પાર્ક ખાતે સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરી હતી. આ સમારોહને ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધોમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સંયુક્ત આરબ અમીરાતના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન પણ હાજર હતા.
આ પ્રસંગે, વિદેશ મંત્રીએ કહ્યું કે, આ ઉદ્ઘાટન માત્ર સંસ્થાકીય વિસ્તરણ નથી પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માં વર્ણવ્યા મુજબ ભારતના શૈક્ષણિક ક્ષેત્ર તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.