ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 2, 2024 2:15 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની છ દિવસની મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની છ દિવસની મુલાકાતે જશે. તેઓ ઓસ્ટ્રેલિયામાં ભારતના 4થા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે અને કેનબેરામાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગ સાથે  વિદેશ મંત્રીઓના 15મા ફ્રેમવર્ક સંવાદની સહ અધ્યક્ષતા કરશે. તેઓ ઓસ્ટ્રેલિયન સંસદ ભવનમાં આયોજિત થનારા બીજા રાયસિના ડાઉન અન્ડરના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય
વક્તવ્ય આપશે. શ્રી જયશંકર ઓસ્ટ્રેલિયન નેતૃત્વ, સંસદસભ્યો, ભારતીય સમુદાય, વેપારી સમુદાય અને મીડિયા સાથે પણ વાર્તાલાપ કરશે. મુલાકાતના બીજા  તબક્કામાં, ડૉ. જયશંકર 8મીએ સિંગાપોરની સત્તાવાર મુલાકાતે જશે.  જે દરમિયાન તેઓ ASEAN – ભારત થિંક ટેન્ક્સની  8મી ગોળમેજી પરિષદમાં સંબોધન  કરશે. તેઓ બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીની સમીક્ષા કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ
મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે.