જુલાઇ 28, 2024 1:53 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજથી જાપાનના બે દિવસીય પ્રવાસે, ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર જાપાનની બે દિવસની મુલાકાતે આજે સવારે જાપાનના ટોક્યો ખાતે પહોંચ્યા છે. શ્રી જયશંકરે આવતીકાલે ક્વાડ દેશના વિદેશ મંત્રીઓ સાથેની બેઠક પહેલા આજે ટોક્યો ખાતે U.S. સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી. દરમિયાન બંને મહાનુભાવોએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. ડો. જયશંકર જાપાનના વિદેશમંત્રી યોકોકામિકાવાના આમંત્રણ પર જાપાન ગયા છે.

ડૉ. જયશંકર આવતીકાલે જાપાનમાં ક્વાડ દેશના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ક્વાડ સભ્યોમાં ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ ચાર દેશના વિદેશ મંત્રી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂ યોર્કમાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે ચર્ચા કરશે. ઉપરાંત હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વિકાસ, આ ક્ષેત્રની સ્વતંત્રતા જાળવવા ભાવિ સહયોગ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.