જુલાઇ 1, 2025 7:28 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજે અમેરિકામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર આજે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું, ક્વાડ સંગઠનના વિદેશ મંત્રી આ વર્ષે 21 જાન્યુઆરીએ વિદેશમંત્રીઓની છેલ્લી બેઠકમાં થયેલી ચર્ચા-વિચારણા આગળ વધારશે. પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ ખાસ કરીને ભારત-પ્રશાંત ક્ષેત્ર સંબંધિત વિકાસ પર પણ ચર્ચા થશે.આ વર્ષે યોજાનારા ક્વાડ શિખર સંમેલનને લઈ અત્યાર સુધી વિવિધ પહેલ પર થયેલા વિકાસની સમીક્ષા પણ કરાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું, ક્વાડ દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે સ્વતંત્ર અને મુક્ત ભારત-પ્રશાંત ક્ષેત્ર પર સંયુક્ત દ્રષ્ટિકોણને આગળ વધારવાના નવા પ્રસ્તાવો પર પણ ચર્ચા-વિચારણા થઈ શકે છે.અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આ બેઠકની યજમાની કરશે. જ્યારે વિદેશ મંત્રી ડૉ. જયશંકર ઉપરાંત ઑસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વૉન્ગ અને જાપાનના વિદેશમંત્રી ઈવાયા તાકેશી આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.