સપ્ટેમ્બર 3, 2025 7:52 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉક્ટર જયશંકરે જર્મનીના તેમના સમકક્ષ સાથે નવી દિલ્હીમાં વ્યાપક ચર્ચા કરી

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર અને જર્મનીના વિદેશ મંત્રી જોહાન ડેવિડ વાડેફૂલે આજે નવી દિલ્હીમાં ભારત—જર્મની સહકાર અને યુરોપિયન સંઘ સાથે પોતાના સંબંધ અંગે સાર્થક ચર્ચા કરી. બંને પક્ષે રાજદ્વારી સહકાર, સુરક્ષા, સંરક્ષણ, આબોહવા, ભાવિ ટૅક્નોલૉજી અને લોકો વચ્ચે પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
શ્રી જયશંકરે સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં કહ્યું, બંને પક્ષે પ્રાદેશિક, વૈશ્વિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. તેમણે કહ્યું, ભારત આતંકવાદ સામેની લડાઈમાં જર્મની દ્વારા રજૂ કરાયેલા વિચારને ઘણું મહત્વ આપે છે. તેમણે કહ્યું, શ્રી વાડેફૂલે આતંકી હુમલાઓથી ભારતના આત્મરક્ષાના અધિકારનું સ્પષ્ટપણે સમર્થન કર્યું છે.
ભારત અને જર્મનીના વૈજ્ઞાનિક સહકારના 50 વર્ષ પૂર્ણ થવા પર પ્રકાશ પાડતા શ્રી જયશંકરે આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને તેને ઉદ્યોગ જગતથી વધુ નજીકથી જોડવાની જરૂરિયાત અને બંને દેશ વચ્ચે અવકાશ સહકારની સક્રિય શોધ પર ભાર આપ્યો.
જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલે કહ્યું, તેમણે નવિન શક્તિ અને ટૅક્નોલૉજીના કેન્દ્ર તરીકે ભારતની પ્રશંસા કરી છે. શ્રી વાડેફૂલ બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન બેંગ્લોરમાં પોતાના કાર્યક્રમ બાદ ગત રાત્રે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.