વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી 15મી જુલાઈ સુધી સિંગાપોર અને ચીનની મુલાકાત લેશે. સિંગાપોરમાં ડૉક્ટર જયશંકર બંને દેશો વચ્ચે નિયમિત આદાનપ્રદાનના ભાગરૂપે તેમના સમકક્ષ અને સિંગાપોરના નેતાઓને મળશે.
બે દેશોના પ્રવાસના બીજા તબક્કામાં, વિદેશ મંત્રી શાંઘાઇ સહકાર સંગઠન-SCOના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે ચીન જશે. તિયાનજિનમાં યોજાનારી આ બેઠક દરમિયાન તેઓ દ્વિપક્ષી બેઠકો પણ કરશે.
Site Admin | જુલાઇ 13, 2025 8:40 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકર આજથી 15મી જુલાઈ સુધી સિંગાપોર અને ચીનની મુલાકાતે