ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકર જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકર જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે. આ બેઠકમાં ડૉ. જયશંકરની સહભાગિતા જી20 દેશો સાથે ભારતના જોડાણને મજબૂત કરશે અને આ મહત્વપૂર્ણ ફોરમમાં ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત કરશે.
દરમિયાન, ડૉ. જયશંકરે બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિયેરા સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે કહ્યું, તેઓએ દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક વિકાસ પર ચર્ચા કરી. શ્રી જયશંકરે સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલક્રિષ્નન સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, મુલાકાત દરમિયાન તેઓએ વિશ્વની સ્થિતિ અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના કામ અંગે ચર્ચા કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ