ફેબ્રુવારી 16, 2025 8:18 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકરે આજે ઓમાનની રાજધાની મસ્કતમાં આઠમા હિન્દ મહાસાગર સંમેલનમાં જણાવ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઇ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકરે આજે ઓમાનની રાજધાની મસ્કતમાં આઠમા હિન્દ મહાસાગર સંમેલનમાં જણાવ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઇ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે વૈશ્વિક વ્યવસ્થામાં થતા ફેરફારોને ફક્ત નવા વિચારો અને સિદ્ધાંતો દ્વારા જ નહીં પરંતુ ઉભરતા દ્રશ્યો દ્વારા પણ સમજી શકાય છે. શ્રી જયશંકરે કહ્યું કે હિંદ મહાસાગર ક્ષેત્ર પણ આ નિયમથી અલગ નથી. તેમણે કહ્યું કે હિંદ મહાસાગર પરિષદ ઘણા હિતધારકોને એકસાથે લાવી રહી છે. તેમણે ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર માટે સામૂહિકતાની ભાવના પર ચર્ચા કરી. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું કે કનેક્ટિવિટી જેવા પ્રોજેક્ટ્સ પરામર્શ અને પારદર્શિતા દ્વારા હાથ ધરવા જોઈએ. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત વિયેતનામ અને મોરેશિયસ સહિત અન્ય દેશોના નૌકાદળો અને તટ રક્ષક દળને પણ તાલીમ આપી રહ્યું છે.