ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

વિદેશ મંત્રી એસ. જયશંકર મનામા સંવાદમાં ભાગ લેવા ગઈકાલે રાત્રે બહેરીનની રાજધાની મનામા પહોંચ્યા હતા.

વિદેશ મંત્રી એસ. જયશંકર મનામા સંવાદમાં ભાગ લેવા ગઈકાલે રાત્રે બહેરીનની રાજધાની મનામા પહોંચ્યા હતા.
આ અગાઉ વિદેશ મંત્રીએ દોહામાં મહત્વપૂર્ણ રાજદ્વારી વાટાઘાટોમાં ભાગ લીધો હતો. આ ભાગીદારી પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાના ભારતના પ્રયાસોને રેખાંકિત કરે છે. બહેરીનના વિદેશમંત્રી ડો. અબ્દુલ લતીફ બિન રાશીદ અલ જાયાનીએ શ્રી જયશંકરનું સ્વાગત કર્યું હતું.
અમારા સંવાદદાતા જણાવે છે કે, મનામામાં વિદેશ મંત્રી ડૉ. જયશંકર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા આયોજિત મનામા સંવાદના 21મા એપિસોડમાં ભાગ લેશે. આ સંસ્થા મધ્ય પૂર્વ સુરક્ષા ઉકેલો અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે એક માન્ય વૈશ્વિક પ્લેટફોર્મ છે. આ વર્ષની સંવાદની થીમ પ્રાદેશિક સમૃદ્ધિ અને સુરક્ષામાં મધ્ય પૂર્વના નેતૃત્વની ભૂમિકા છે. આ સંવાદ વૈશ્વિક નીતિ નિર્માતાઓ, સંરક્ષણ અધિકારીઓ, વિદ્વાનો અને નિષ્ણાતો માટે મુખ્ય ભૌગોલિક રાજકીય પડકારોના ઉકેલો શોધવાની તક પૂરી પાડે છે.