કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદના આમંત્રણ પર, વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કેનેડામાં ઓન્ટારિયોની મુલાકાત લેશે અને આઉટરીચ પાર્ટનર્સ સાથે G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ડૉ. જયશંકર G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન દ્વિપક્ષીય બેઠક કરે તેવી અપેક્ષા છે.મંત્રાલયે ઉમેર્યું હતું કે વિદેશ મંત્રીની ભાગીદારી વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃ ઉચ્ચાર કર્યો હતો.
Site Admin | નવેમ્બર 12, 2025 8:34 એ એમ (AM)
વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કેનેડાની મુલાકાતે