ઓક્ટોબર 27, 2025 9:28 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સંમેલન ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સામેના પડકારો પર ચર્ચા કરવાની અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે.દરમિયાન ગઈકાલે કુઆલાલંપુરમાં 47મા આસિયાન શિખર સંમેલનથી અલગ ડૉ. જયશંકર સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણનને મળ્યા અને ભારત-સિંગાપોર સહયોગને વધુ ગાઢ બનાવવા નવા માર્ગો તથા વિકસતા વૈશ્વિક અને પ્રાદેશિક પરિદૃશ્ય પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.ડો.જયશંકરે મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે પણ વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત-મલેશિયા દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. અગાઉ, તેમણે દક્ષિણ કોરિયાના તેમના સમકક્ષ ચો હ્યુન સાથે ભારત-દક્ષિણ વચ્ચે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, સંરક્ષણ અને જહાજ નિર્માણમાં વધુ સહયોગની ચર્ચા કરી હતી.